Go to full page →

ભાષાંતર કર્તાની પ્રસ્તાવના SC iii

“Steps to Christ” નામના અંગ્રેજી પુસ્તકનો આ અનુવાદ છે. મૂળ પુસ્તકની અંગ્રેજી આવૃતિઓ આજ લગીમાં અનેક નીકળી મૂચુ છે, અને અનેક નરનારીઓએ તેમાં ગુંથેલા અમૂલ્ય ઉપદેશામૃતનું પાન કરી પોતાના જીવન પ્રભુમય બનાવ્યાં છે.આ ભાષાંતરમાં શાસ્ત્રીય સિદ્ઘાંતો બને તેટલી કાળજી રાખી મૂળ લેખકનાં વિચારોને વળગી રહીને જ દર્શાવ્યાં છે. તેમ કરતાં અનેક જગ્યાએ અનિચ્છાએ શબ્દલાલીત્ય જતાં કરવાં પડયાં છે. મૂળ અંગ્રેજી આવૃતિમાં વિચાર પ્રવાહ એવો એક ધારો વહે છે કે પુસ્તક એક વાર હાથમાં લીધા પછી છોડવું ગમતુંજ નથી. આ પુસ્તકને લાખોએ વાંચ્યું હશે, હજારોએ વખાણ્યું હશે, સેંકડોએ પોતાનું પિ્રય પુસ્તક માની પૂજયું હશહે. અમે આશા રાખીએ છીએ કે સુજ્ઞ વાચક વૃંદ અનુવાદકની ત્રુટીઓ તરફ ન જોતાં તેમાં દશાવેલાં ઉંચા વિચારો તરફ ધ્યાન આપી પોતાના જીવનમાં ઉતારશે અને ખરૂં ખ્રીસ્તી જીવન શું છે, તેનો અનુભવ કરશે. SC iii.1

આ અનુવાદમાં જયાં જયાં “પવિત્ર શાસ્ત્ર” લખ્યું હોય, ત્યાં ત્યાં ખ્રીસ્તી ધર્મ શાસ્ત્ર એટલે “બાઈબલ” સમજવું. SC iii.2

-અનુવાદક