કુદરત અને પ્રગટીકરણ દ્વારા, તથા પોતાના દૈવીકામ અને તેના આત્માની અસ દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરેછે. પરંતું આટલું પુરતું નથી; આપણે આપણાં આપણામાં હ્રદય તેની આગળ રેડવાની જરૂર છે. આત્મિક જીવન અને શકિત મેળવવા માટે આપણે આપણા સ્વર્ગીય પિતા સાથે સંબંધ રાખવો પડે છે. આપણાં મન તેની તરફ ખેંચાશે; આપણે તેનાં કામ, તેની દયા અને આર્શિવાદોનું ચિંતન કરીશું, પરંતુ આ સંપૂર્ણ અર્થમાં ઈશ્વર સાથે સંબંધ નથી., ઈશ્વર સાથે સંબંધ રાખવા માટે તો આપણે આપણા ખરા જીવન વિષે તેની આગળ કંઈક કહેવું જોઈએ. SC 75.1
પ્રાર્થના એટલે જેમ આપણે મિત્ર આગળ હ્રદય ખોલીએ છીએ, તેમ ઈશ્વર આગળ હ્રદય ખોલવું . આ આપણે કેવા છીએ, એ વાત ઈશ્વરને જણાવવા માટે નથી. પરંતુ તેનો સ્વીકાર કરવા માટે શકિતવાન થવા સારૂ છે. પ્રાર્થના ઈશ્વરને આપણી આગળ નીચે નથી લાવતી પણ આપણને ઉંચે ઈશ્વર આગળ લઈ જાય છે. જયારે ઈસુ પૃથ્વી પર હતો, ત્યારે તેણે પોતાનાં શિષ્યોને પ્ર્રાર્થના કરતાં શીખવ્યેું તેણે તેઓને પોતાના રોજની જરૂરીઆતો ઈશ્વર આગળ રજુ કરતાવનું અને પોતાની ચિંતાઓ તેના પર નાખવાનું શીખવ્યું. વળી તેણે તેઓને ખાતરી આપી કે તમારી વિનંતી સંભળાશે, આપણાં માટે પણ તે જ ખાતરી છે. SC 75.2
જયારે ખ્રીસ્ત પૃથ્વી પર માણસો સાથે વસતો હતો, ત્યારે તે પોતે ઘણીવાર પ્રાર્થના કરતો હતો. તેણે આપણી જરૂરીઆતો અને નબળાઈઓ અને પોતાની જરૂરીઆતો અને નબળાઈઓ એક જ છે, એવું જણાવ્યું, અને તે માટે પોતે ભીખારી, વિનંતી કરનાર અને પોતાના પિતા પાસે પોતાની ફરજ બજાવવાં અને દુ:ખ સહન કરવાની તૈયારી માટે શકિતઓ માંગી. દરેક બાબતમાં તે આપણો નમૂનો છે. આપણી ત્રુટીઓમાં તે આપણો ભાઈ છે.અને “સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષાણ પામેલો” છે. તે નિર્દોષ હોવાથી, તેનો સ્વભાવ એગો હતો કે તે ભુંડાઈથી પાછો હઠતો. પાપી જગતમાં તેણે આત્મિક યુદ્ઘો કર્યા અન આત્મિક પીડાઓ ભોગવી. તેના મનુષ્યપણાને લીધે તેને પ્રાર્થનાની જરૂરીઆત અને હક હતાં. પોતાના પિતા સાથેના સંબંધમાં તેને સુખ-દિલાસો અને આનંદ મળ્યાં. જો માણસનાં તારનાર તથા ઈશ્વરપુત્રને પ્રાર્થનાની જરૂર જણાઈ, તો આપણાં જેવા નિર્બળ, પાપી, મરણાધીન, મનુષ્યો માટે ઉત્સાહપૂર્ણ અને ચાલુ પ્રાર્થનાની કેટલી વધારે જરૂર છે¦ SC 75.3
આપણો સ્વર્ગીય પિતા આપણા પર પોતાના આશિર્વાદો વર્ષાસવા તૈયાર છે¦ તેના અનંત પ્રેમના ઝરાનું પાણી જોઈએ તેટલું પીવાનો આપણને અધિકાર છે. આપણે આટલી થોડી પ્રાર્થના કરીએ છીએ, એ કેટલું આશ્ચર્યજનક છે¦ ઈશ્વર પોતાના દીનમાં દીન બાળકની ખરા દીલની પ્રાર્થના સાંભળવા તૈયાર ને રાજી છો. છતાં આપણી સઘળી જરૂરીઆતો ઈશ્વર આગળ કહેવામાં આપણે કેટલી નાખુશી બતાવીએ છીએ. ઈશ્વરનું અંત્યંત પ્રેમાળ હ્રદય મનુષ્ય જાત માટે તલસે છે અને તે માગીએ કે ઈચ્છી શકે તેના કરતાં પણ વધારે આપવા તૈયાર છે¦ છતાં માણસો કેટલી થોડી પ્રાર્થના કે છે એન કેટલી ઓછી શ્રદ્ઘા રાખે છે, આવા સંજોગોમાં લાલાચને વશ થઈ ગએલ લાચાર અને નિરાધાર મનુષ્ય પ્રાણીઓ માટે સ્વર્ગીય દુતો શું વિચારી શકે ? દુતો ઈશ્વરની આગળ નમવા -તેની પાસે રહેવા ચાહે છે. તેઓ ઈશ્વર સાથેના સંબંધને ઉંચામાં ઉંચો આનંદ ગણે છે ; પરંતુ પૃથ્વી પર વસતાં મનુષ્યો કે જેને ઈશ્વર જ આપી શકે એવી મદદની ઘણી જ જરૂર છે, તે તેના આત્માનાં પ્રકાશ વિના અને તેની હાજરી-સોબત વિના ફરવા હરવામાં - જીવવામાં તેઓ સંતોષ્ા પામતાં જણાય છે. SC 76.1
જેઓ પ્રાર્થના કરતા નથી, તેઓને દુષ્ટનો અંધકાર ઘેરી લે છે. વેરીની એટલે શેતાનની છુપી લાલચો, તેઓને પાપ કરવા લલચાવે છે; આ બધાનું કારણ એ જ છે કે તેઓ ઈશ્વરે નકકી કરી આપેલ પ્રાર્થનાના દૈવી હકન ઉપયોગ કરતા નથી. સર્વશકિતમાનના અપાર સાધનો ભરેલા સ્વર્ગીય ભંડાર ખોલવા માટે વિશ્વાસનાં હાથમાં પ્રાર્થનારૂપી ચાવી છે, તો પછી ઈશ્વરનાં બાળકો પ્રાથર્ના કરવામાં કેમ નાખુશી બતાવતાં હશે ? ચાલુ પ્રાર્થના અને ખંતભરી જાગૃતિ નહિ રાખીએ, તો બેદરકાર થવાનો અને ખરો માર્ગ ચૂકી જવાનો ભય છે. આપણે દયાસાગર પ્રભુ પાસે જઈએ તેમાં શત્રુ હંમેશાં આડે આવે છે , કે જેથી આપણે ઉત્સાહ અને આજીજીભરી પ્રાર્થના તથા વિશ્વાસથી લાલચ સામે થવા કૃપા અને શકિત ન મેળવી શકીએ. SC 76.2
અમુક શરતો છે જે પાળવાથી ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળી તેનો જવાબ આપશે એવું આપણેધારી શકીએ. આ શરતોમાં પહેલી એ છે કે, તેની મદદની આપણને જરૂર જણાય. તેણે વચન આપ્યું છે કે, “હું તરસ્યા પર પાણી રેડીશ તથા સુકી ભૂમી પર ધારાઓ વરસાવીશ.” યશાયાહ ૪૪:૩. જેઓને ન્યાયીપણાની ભુખ તથા તરસ છે અને જેઓ ઈશ્વર માટે તલસે છે, જરૂર તેઓની ઈચ્છા તૃપ્ત થશે. હ્રદય આત્માની અસર માટે ખુલ્લું રાખવું જોઈએ. નહિ તો ઈશ્વરના આશિર્વાદ મળી શકતા નથી. SC 77.1
આપણી મહાન જરૂર જ દલીલ છે અને આપણા માટે ઘણી જ સારી રીતે અરજ કરે છે. પરંતુ આ બધું આપણા માટે કરવા પ્રભુને શોધવો જોઈએ. તે કહે છે કે, “માગો, તો તમને અપાશે.” અને “જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સવર્ગને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને બધું એ કેમ નહિ આપશે ?” માત્થી ૭:૭; રૂમી ૮:૩ર. SC 77.2
જો આપણે હ્રદયમાં દુષ્ટતાને ધરી રાખીએ, જો કોઈ પાપને જાણ્યા છતાં વળગી રહીએ, તો ઈશ્વર આપણું સાંભળશે નહિ; પરંતુ પશ્ચાતાપ અને શોક કરનાર માણસની વિનંતી તે હંમેશા સ્વિકારે છે. જયારે આપણે જાણતા હોઈએ તેવા બધા અન્યાયો-ખોટાં કામો દૂર થઈ જાય ત્યારે જાણવું કે ઈશ્વર આપણી વિનંતીન જવાબ આપશે. આપણાં પોતાનાં પુણ્યોથી ઈશ્વરની કૃપા નહિ મળી શકે, ઈસુની લાયકાત જ આપણને બચાવશે, તેનું લોહી જ આપણને શુદ્ઘ કરશે; આ બધું છતાં આપણે એેક કામ કરવાનું છે. તે એકે તેની શરતો પાળવી. SC 77.3
જયવંત પ્રાર્થનાનું બીજું તત્ત્યવ વિશ્વાસ છે. “દેવની પાસે જે આવે, તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. ” હેબ્રી ૧૧:૬. ઈસુ એ પોતાના શિષ્યોને કહ્રું કે, “જે સર્વ તમે માંગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.” માર્ક ૧૧:ર૪. આપણે તેના વચન પર વિશ્વાસ રાખીએ છીએ કે? SC 77.4
ખાતરી વિશાળ અને અમાપ છે અને વચન આપનાર વિશ્વાસુ છે. આપણે માગીએ ત્યારે ન મળે તો પણ આપણે માનવું જોઈએ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે અને તે પ્રાર્થનાનો જવાબ આપશે. આપણે એવા ભુલકણાં અને ટુંકી ર્દષ્ટિના છીએ કે આપણને જે આશિર્વાદરૂપ ન થઈ શકે તેવી વસ્તુઓ કોઈવાર માંગીએ છીએ, પરંતુ આપણો સ્વર્ગીય પિતા પ્રેમને લીધે પ્રાર્થનાના જવાબમાં આપણા ઉચામાં ઉંચા હિત માટે જરૂરી વસ્તુઓ આપે છે: તે એવી જ વસ્તુઓ આપે છે કે જો આપણને સ્વર્ગીય ર્દષ્ટિ હોય, અને આપણે વસ્તુઓનું ખરૂં સ્વરૂપ સમજી શકીએ, તો એ જ વસ્તુઓ માંગીએ. આપણી પ્રાર્થનાનો જવાબન નથી મળતો એવું લાગે ત્યારે પણ આપણે તેના વચનને વળગી રહેવું જોઈએ; કેમકે જવાબ આપવાનો સમય જરૂર આવશે અને આપણને જે આશિર્વાદની વધારેમાં વધારે જરૂર હશે તે મળશે. હંમેશાં પ્રાર્થનાના જવાબમાં અમુક જ રીતે અને અમુક માંગેલી જ વસ્તુ મળશે, એવો દાવો કરવો, એ ધારણા છે. ઈશ્વર એટલે ડાહ્રો છે કે તે ભૂલ કરતો નથી અને એટલો ભલો છે કે જે ન્યાયને રસ્તે ચાલે તેને કોઈ પણ સારી વસ્તુ આપ્યા વિના રહેતો નથી. માટે તમારી પ્રાર્થનાનો જવાબ તરત ન મળે, તો પણ તેના પર વિશ્વાસ રાખતા ડરશો નહિ. તેના ચોક્કસ વચન પર શ્રદ્ઘા રાખજો કે, “માગો, તો તમને અપાશે.” માત્થી ૭:૭. SC 78.1
જો આપણે શંકા અને ભયની સલાહ લઈશું અથવા જે સ્પષ્ટ રીતે ન દેખાય તે દરેક વસ્તુ વિષે વિશ્વાસ આવતાં પહેલાં ખુલાસો કરવા પ્રયત્ન કરીશું, તો આપણી ગુંચવણો વધારે અને ગુઢ થતી જશે. પરંતુ આપણે લાચાર અને નિરાધાર છીએ એ - આપણી ખરી સ્થિતી -સમજીને જેનું જ્ઞાન અમાપ છે, જે સૃષ્ટિ અને તેમાંના સર્વ પદાર્થો જુએ છે, અને જે પોતાની ઈચ્છા તથા શબ્દથી દરેક વસ્તુ પર સત્તા ચલાવે છે એવા ઈશ્વરની પાસે નમ્ર અને શ્રદ્ઘાયુકત વિશ્વાસથી આવી તેને આપણી જરૂરીઆતો જણાવીશું, તો તે આપણી બુમ સાંભળવા શકિતવાન છે અને સાંભળશે. વળી તે પોતાનો પ્રકાશ આપણાં હ્રદય પર પડવા દેશે. ખરા દીલથી કરેલી પ્રાર્થનાથી આપણે અનંત ઈશ્વરનાં મન સાથે સંબંધમાં આવીએ છીએ. આપણાં પર આપણા તારનારનું મોં પ્રેમ અને કરૂણાથી નમે છે, તે વાતનો તે વખતે આપણી પાસે ખાસ પુરાવો નથી, પરંતુ તે ખરી વાત છે. કદાચ આપણને તેનો સ્પર્શ નહિ માલુમ પડે, પરંતુ પ્રેમ અને દયાયુકત કરૂણાથી તેનો હાથ આપણા પર રહેલો હોય છે. SC 78.2
જયારે આપણે ઈશ્વર પાસે દયા અને આશિર્વાદો માંગવા આવીએ ત્યારે આપણા પોતાના હ્રદયમાં પ્રેમ અને ક્ષામાનો ભાવ હોવો જોઈએ. જો આપણા વિચારો અક્ષામા તરફ હોય, તો “જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર,” એવી પ્રાર્થના કેવી રીતે કરી શકીએ ? માત્થી ૬:૧ર. જો આપણી પ્રાર્થના સંભળાય એવી આપણી ઈચ્છા હોય, તો આપણે જેવી અને જેટલી માફીની આશા રાખતા હોઈએ, તેવી અને તેટલી માફી બીજાઓને આપવી જોઈએ. SC 79.1
પ્રાર્થનામાં ખંત અને પ્રાર્થનામાં સ્વીકારવાની એક શરત કરવામાં આવી છે. જો આપણે વિશ્વાસ અને અનુભવમાં વધવું હોય, તો આપણે હંમેશાં પ્રાર્થના કર્યા કરવી જોઈએ. શાસ્ત્ર કહે છે કે, “પ્રાર્થનામાં લાગુ રહો.” “પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો અને તેમાં ઉપકાર સ્તુતિ કરીને જાગૃત રહો.” રૂમી ૧ર:૧ર. કોલોસી ૪:ર. પીતર માનનારોઓને વિનંતી કરે છે કે , “સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.” ૧ પીતર ૪:૭.પાઉલ કહે છે કે, “દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. ” ફીલીપી ૪:૬. યહુદા કહે છે કે “પણ વહાલાઓ, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને દેવની પિ્રતિમાં પોતાને સ્થિર રાખો.” યહુદા ર૦:ર૧. ચાલુ પ્રાર્થના એ આત્માનું ઈશ્વર સાથે નું અભેદ્ય ઐકય છે, તેથી ઈશ્વરથી વહેતું વહેતું જીવન આપણા જીવનમાં આવે છે અને આપણા જીવનમાંથી શુદ્ઘતા અને પવિત્રતા વહીને પાછી ઈશ્વર પાસે જાય છે. SC 79.2
પ્રાર્થનામાંથી ઉદ્યમથી જરૂર છે ; તમે કોઈ પણ અડચણને લીધે પાછા હઠશો નહિ. ઈસુ અને તમારા પોતાના આત્મા વચ્ચેનો સબંધ ખુલ્લો રાખવા તમારાથી બને તેલા પ્રયત્ન કરજો. જયાં પ્રાર્થના કરવાનો રિવાજ હોય ત્યાં જવાને દરેક રીતે તક શોધજો. જેઓ ઈશ્વર સાથે ખરેખરો સંબંધ બાંધવા પ્રયત્ન કરતા હશે તે પ્રાર્થના સભામાં જોવામાં આવશે, તેઓ પોતાની ફરજ બજાવવામાં વિશ્વાસુ અને જે લાભ મળે તે ખરા દીલથી ઉઠાવવા આતુર હશે. સ્વર્ગમાંથી પડતાં કીરણોનો પ્રકાશ ઝીલી શકાય એવી જગ્યાએ પોતાની જાતને મૂકવા દરેક તકનો તેઓ સદુપયોગ કરશે. SC 79.3
આપણે કુટુંબનાં માણસો એ ભેંગા થઈને પ્રાર્થના કરવી જોઈએ; એ ઉપરાંત ખાનગી પ્રાર્થનામાં આપણે બેદરકાર ન રહેવું જોઈએ, કારણકે એ જ આત્માનું જીવન છે. પ્રાર્થનાની દરકાર ન રાખીએ, તો આત્માની ઉન્નતિ અશયક છે. એકલી કૌટુબીંક કે જાહેર પ્રાર્થના બસ નથી. એકાંતમાં તમારો આત્મા ઈશ્વરની શોધક આંખ નીચે ખુલ્લો મૂકી દો. ખાનગીમાં કરેલી પ્રાર્થનાઓ પ્રાર્થના સાંભળનાર ઈશ્વરને જ સંભળાવી જોઈએ. આવી વિનંતીનો ભાર કોઈ કૌતુક સાંભળવા ઈચ્છનાર કાને ન પહોંચાડવો જોઈએ. એકાતમાં આત્મા-હ્રદય આજુબાજુનાં સંજોગોની અસરથી તેમજ ઉશ્કેરણીથી મુકત હોય છે; તે શાંતિ અને ઉત્સાહથી ઈશ્વર પાસે પહોંચી જવાને પ્રયત્ન કરશે. જે ગુપ્તમાં જુએ છે અને જેનો કાન હ્રદયમાં ઉત્પન્ન થએલી પ્રાર્થના સાંભળવા ખુલ્લો રહે છે તેના તરફથી ઉત્પન્ન થએલી અસર મધુર અને કાયમની હશે. શાંત અને સાદા વિશ્વાસથી માણસનો ઈશ્વર સાથે સંબંધ થાય છે અને બળવાન બનવા તથા શેતાન સાથેના યુદ્ઘમાં ઉભા રહેવા માટે દૈવી પ્રકાશનાં કીરણો એકઠાં કરે છે. ઈશ્વર આપણી શકિતનો મીનારો છે. SC 80.1
તમારી એકાંત ઓરડીમાં પ્રાર્થના કરો; અને રોજના કામકાજે જતાં વારંવાર ઈશ્વર તરફ હ્રદય ઉંચું કરો. આ રીતે હનોખ ઈશ્વર સાથે ફરતો. આ મુંગી પ્રાર્થનાઓ મહિમાના સિંહાસન આગળ કરેલ અમૂલ્ય ધૂપની માફક ઉંચે ચઢે છે. આ રીતે જેનુ હ્રદય ઈશ્વર પર સ્થિર થયું હોય, તેને શેતાન જીતી શકતો નથી. SC 80.2
કોઈ પણ સ્થળ કે સમય એવો નથી કે જયાં અથવા જયારે પ્રાર્થના કરવી અયોગ્ય ગણાય. પ્રાર્થના કરવા આતુર થએલ હ્રદયને અટકાવી શકે એવી કોઈ ચીજ નથી. જેમ નહેમ્યાહે આર્તાહશાસ્તા રાજાની આગળ વિનંતી કરતી વખતે ઈશ્વરને અરજી મોકલી તેની દૈવી સલાહ માંગી હતી, તેમ રસ્તામાં ફરતાં લોકોનાં ટોળામાં અને પોતાના ધંધાને લગતા કામકાજમાં તમે કરી શકો છો. આપણે ગમે ત્યાં હોઈશું, ત્યાં ઈશ્વર સાથે વાત કરવા જેટલી ખાનગી જગ્યા તો મળશે. આપણે હંમેશાં આપણાં હ્રદયનાં દ્વાર ખુલ્લાં રાખવા જોઈએ અને ઈસુ સ્વર્ગીય પરોણા તરીકે આવીને આપણા હ્રદયમાં વસે એવું નિમંત્રણ ઉપર મોકલ્યાં કરવું જોઈએ. SC 80.3
આપણી આજુ બાજુ મલીન અને દુષ્ટ વાતાવરણ હશે, છતાં આપણે તેની ઝેરી હવાનો શ્વાસ લેવાની જરૂર નથી; આપણે તો સ્વર્ગની શુદ્ઘ હવામાં રહી શકીશું. સાચા દીલની પ્રાર્થના દ્વારા આપણે આપણા આત્માને ઉન્નત કરી ઈશ્વરની હાજરીમાં લઈ જવાથી અશુદ્ઘ કલ્પના અને અપવિત્ર વિચારોનાં દ્વાર બંધ કરી શકીશું. જેનાં હ્રદય ભરી દેવાની છે; એ સાધવા માટે આપણે સ્વર્ગીય વસ્તુઓ દૈવી રીતે ખુલ્લી થાય એવું કરવું જોઈએ. SC 81.1
તમારા આત્માને ઉંચે ખેંચાવા દો કે ઈશ્વર શ્વાસ લેવા માટે સ્વર્ગીય વાતાવરણ આપે. આપણે ઈશ્વરની નજીક રહી શકીએ કે દરેક અણધારી પરીક્ષા વખતે જેમ ફૂલ સૂર્ય તરફ ફરે છે તેમ આપણા વિચારો ઈશ્વર તરફ વળે. SC 81.2
તમારી જરૂરીઆતો, આનંદ, શોક, ભય અને ફીકર બધું ઇશ્વર આગળ ધરો. તેને ભાર લાગશે નહિ; તેમ તમે તેને થકવી શકશો પણ નહિ. જે તમારા માથાનાં વાળની પણ ગણતરી રાખે છે, તે પોતાનાં બાળકોની જરૂરીઆત તરફ બેદરકારી નહિ બતાવે. “પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.” યાકૂબ પ:૧૧. આપણી દીલગીરી અને તે વિષેની વાતોથી તેના પ્રેમાળ હ્રદય પર અસર થઈ છે. તમારા મનને જેથી ગુંચવણ ઉભી થતી હોય, એવી દરેક બાબત તેની આગળ લઈ જાઓ. તે ઉંચકી શકે નહિ, એવી કોઈ પણ વસ્તુ નથી. કારણ કે તે પૃથ્વીઓને -ગૃહો ઉપગૃહોને ધરી રાખે છે અને આખી સૃષ્ટિ પર રહે છે. આપણા અનુભવનું એકે એક પાનું તે વાંચે છે એન આપણી દરેક ગુંચવણ તે ઉકેલી શકે છે. આપણો સ્વર્ગીય પિતા ન જોતો હોય અથવા ખાસ રસ ન લેતો હોય એવું તેના નાનામાં નાના બાળક પર કંઈ સંકટ પડતું નથી; કોઈ ચિંતા માણસને દુ:ખી કરતી નથી. “હ્રદયભંગ થએલાને તે સાજાં કરે છે, તે તેઓના ઘાને રૂઝવે છે.” ગીતશાસ્ત્ર ૧૪૭:૩. ઈશ્વર અને દરેક માણસ વચ્ચે એવો ખાસ અને સંપૂર્ણ સંબંધ છે કે જાણે એકલાનજ માટે પોતાનો વહાલો દીકરો આપ્યો હોય ને ¦ SC 81.3
ઈસુએ કહ્રું કે “મારે નામે તમે માગશો; ને હું તમને એમ નથી કહેતો કે હું તમારે સારૂ બાપને વિનંતી કરીશ; કેમકે બાપ પોતે તમારા પર પ્રેમ રાખે છે.” “મેં તમને પસંદ કર્યા છે, જેથી તમેમારે નામે જે કંઈ બાપની પાસે માગો, તે તમને તે આપે. ” યોહાન ૧૬:ર૬, ર૭, ૧પ:૧૬. પરંતુ ઈસુને નામે પ્રાર્થના કરવી તેનો અર્થ પ્રાર્થનાની શરૂઆતમાં અને અંતમાં ઈસુનું નામ લેવું એથી વધારે છે. તેનો અર્થ એવાં છે કે ઈસુના જેવા મન અને ભાવથી પ્રાર્થના કરવી, તેમજ તેના વચન પર વિશ્વાસ રાખવો, તેની કૃપા પર આધાર રાખવો અને તેના જેવાં કામ કરવાં. SC 81.4
આપણે જગતનો ત્યાગ કરી સાધુ સન્યાસી થઈ જઈએ અને ભકિતનાજ કાર્યમાં જીવન ગાળીએ એવું ઈશ્વર નથી કહેતો. આપણે ખ્રીસ્તની માફક પહાડ અને લોકોનાં ટોળાં વચ્ચે જીવન ગાળવું જોઈએ. જે માણસ આખો દિવસ પ્રાર્થના જ કર્યા કરતો હશે ને તે સિવાય બીજું કંઈ કરતો નહિ હોય, તે પ્રાર્થના કરતો અટકી જશે અથવા તેની પ્રાર્થનામાં કંઈ જીવ જેવું નહિ રહે. જાયરે માણસ સામાજીક જીવનમાંથી દૂર ખસી જાય છે; જયારે ખ્રીસ્તી ફરજો અને જવાબદારીઓનાં વર્તુળમાથી નીકળી જયા છે અને જયારે જે ગુરૂએ તેને માટે ઉત્સાહથી કામ કર્યુ તે ગુરૂને માટે ઉત્સાહથી કામ કરવાનું છોડી દે છે, ત્યારે તે પ્રાર્થનાનું તત્વ ગુમાવી બેસે છે અને ભકિતની પ્રેરણા તેનામાં રહેતી નથી. તેની પ્રાર્થના અંગત અને સ્વાર્થી બની જાય છે. તેઓ મનુષ્ય જાતની જરૂરીઆતો માટે કે ખ્રીસ્તનું રાજય સ્થાપના કરવા માટે કામ સ્થાપન કરવા સારૂ શકિત મેળવવા પ્રાર્થના કરી શકતા નથી. SC 82.1
ઈશ્વરની સેવામાં એક બીજાને શકિત અને ઉત્તેજન આપવા માટે ભેગા થવાના હક ભોગવાવમાં આપણે બેદરકારી કરીએ છીએ. ત્યારે આપણને નુકશાન થાય છે. આપણા મનમાં તેને શાસ્ત્રનાં સત્યો જેટલું આબેહુબ અને અગત્યનું લાગવું જ દઈએ તેટલું લાગતું નથી. તેની પવિત્ર કરનાર અસરથી આપણા હ્રદયને પ્રકાશ અને જાગૃતી મળતી બંધ થાય છે અને આપણું આત્મિક પતન થાય છે. ખ્રીસ્તી તરીકે આપણા સમાજમાં એક બીજા તરફ દાઝને અભાવે આપણે આપણું ઘણું ગુમાવીએ છીએ. જે માણસ સમાજથી જુદો પડી એકલોજ રહે છે, તે ઈશ્વરે તેને માટે નક્કી કરેલ સ્થાન પુરતો નથી. મનુષ્ય સ્વભાવમાં રહેલા સામાજિક તત્ત્યવો બરોબર રીતે કેળવવાથી આપણે બીજા માટે દાઝ ધરાવતા થઈએ છીએ અને તે આપણા માટે ઈશ્વરની સેવામાં વિકાસ અને શકિતનું મૂળ થઈ પડે છે. SC 82.2
જો ખ્રીસ્તીઓ સાથે મળીને એકબીજા સાથે ઈશ્વરના પ્રેમ અને ઉદ્ઘારના અમૂલ્ય સત્યો વિષે વાત કરે, તો તેમનાં પોતાનાં હ્રદયને તાજગી મળે અને તેઓ એક બીજાને પણ તાજગી આપે. આપણે આપણાં સ્વર્ગીય પિતા વિષે રોજ વધારે શીખતા જઈશું, તેમ તેની કૃપાનો તાજો અનુભવ મળશે; પછી આપણને તેના પ્રેમ વિષે વાત કરવા ઈચ્છા થશે; અને એમ કરતા આપણાં પોતાના હ્રદયને ગરમી અને ઉત્તેજન મળશે. જો આપણે પોતાની જાત બદલે ઈશ્વર વિષે વાત અને વિચાર વધારે કરીશું, તો આપણને તેની હાજરી ઘણી વધારે મળશે. SC 83.1
જો આપણે ઈશ્વર આપણી સંભાળ લે છે એવો પુરાવો મળે એટલોજ વખત ઈશ્વરનો વિચાર કરીશું, તો તે સદા આપણા વિચારમાં જ હશે અને તેના વિષે વાત કરવામાં તેમજ તેનાં વખાણ કરવામાં આપણને આનંદ પડશે. આપણે દૂનિઆની ચીજોની વાતો કરીએ છીએ, કેમકે આપણને તેમાં રસ પડે છે. આપણે આપણા મિત્રો વિષે વાત કરીએ છીએ તેનું કારણ એ છે કે આપણે તેઓને ચાહીએ છીએ, તેમજ આપણા આનંદ અને શોક તેમની સાથે જડેલા હોય છે. છતાં આપણાં જગતનાં મિત્રોને ચાહવા કરતાં, ઈશ્વરને ચાહવાનું આપણને ઘણું મોટું કારણ છે; અને આપણા વિચારોમાં એને પ્રથમ સ્થાન આપવું તેમજ તેની ભલાઈ અને શકિતની વાત- વખાણ કરવાં એ જગતમાં સ્વભાવિકમાં સ્વભાવિક બાબત હોવી જોઈએ. ઈશ્વરે આપણને ઉમદા દાનો આપ્યાં તેમાં તેનો એવો ઈરાદો ન હતો કે આપણે -એટલા બધા વિચારો અને પ્રેમ એ વસ્તુઓ માટે ખરી નાખીએ કે આપણી પાસે -ઈશ્વરને આપવા કંઈ જ ન રહે. એ દાનો તો આપણે હંમેશાં ઈશ્વરની યાદ આપવા તથા આપણા સ્વર્ગીય દાતા સાથે પ્રેમ અને ઉપકારનાં બંધનથી બાંધી રાખવા માટે છે. આપણે જગતની નીચી ભૂમીની છેક પાસે વસીએ છીએ. ચાલો, આપણે ઉપર આવેલા સ્વર્ગીય મંદીરના પવિત્ર સ્થાનના ખુલ્લા દ્વા ભણી ઉંચે નજર કરીએ, ત્યાં ઈસુના ચહેરા પર ઈશ્વરના મહિમાનો પ્રકાશ ઝળકી રહ્રો છે. અને “જેઓ એની મારફતે દેવની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે.” હેબ્રી ૭:રપ. SC 83.2
“તેની કૃપા તથા માણસ જાતને સારૂ તેનાં આશ્ચર્યકારક કૃત્યો” માટે ઈશ્વરની સ્તુતિ કરવાની જરૂર છે.(ગીતશાસ્ત્ર ૧૦૭:૮). આપણી ભકિત માંગવામાં અને મેળવવામાં જ આવી જવી જોઈએ નહિ, આપણે હંમેશાં આપણી જરૂરીઆતોનો વિચર કર્યા કરવો ન જોઈએ અને આપણને મળતા લાભો કદી ભૂલવા ન જોઈએ. આપણે ઘણી પ્રાર્થના કરતાં નથી એટલું જ નહિ પણ ઉપકારસ્તુતિ કરવામાં પણ ઘણા મંદ છીએ. આપણે હંમેશાં ઈશ્વરની દયા મેળવ્યા કરીએ છીએ, છતાં આપણે કેટલો ઓછો આભાર પ્રદશીર્ત કરીએ છીએ: આપણા માટે તેણે જે કંઈ કર્યુ છે તેને માટે કેટલી ઓછી સ્તુતિ કરીએ છીએ. SC 83.3
અસલના વખતમાં જયારે ઈસ્ત્રાએલીઓ ઈશ્વરની સેવા માટે એકઠા થયા, ત્યારે તેણે ફરમાવ્યું હતું કે, “તમારે યહોવાહ તમારા દેવની આગળ જમવું, ને તમારા હાથમાં જે સર્વ(કામો)માં યહોવાહ તારા દેવે તને આશિર્વાદ દીધો છે, તેમાં તમારે તથા તમારાં કુટુંબોએ ઉત્સવ કરવો.” પુનર્નિયમ ૧ર:૭. જે કંઈ ઈશ્વર માટે કરવામાં આવે તે શોક કે ઉદાસીમાં નહિ પરંતુ આનંદથી અને ભજનો તથા ઉપકારસ્તુતિનાં ગીતો સાથે થવું જોઈએ. SC 84.1
આપણો ઈશ્વર માયાળુ અને દયાળુ પિતા છે. તેની સેવા હ્રદયને દુ:ખકર્તા અથાવ ભારરૂપ ન ગણાવી જોઈએ. ઈશ્વરની ભકિત કરાવમાં અને તેના કામમાં ભાગ લેવામાં આનંદ પડવો જોઈએ. જે ઈશ્વરે પોતાનાં બાળકો માટે આવી મોટા તારણની ગોઠવણ કરી છે, તેથી તે નિર્દયપણે સખ્ત કામ લેનાર ધણી જેવો કઠોર છે એમ તેનાં બાળકો વિચારે એવી તેની ઈચ્છા નથી. તે તો પોતાના બાળકોનો સર્વોત્તમ મિત્ર છે. અને જાયરે તેઓ તેની ભકિત કરે છે, ત્યારે ઈશ્વર તેઓની સાથે રહી આશિર્વાદ અને દીલાસો આપવા તેમજ તેઓનાં હ્રદય આનંદ અને પ્રેમથી ભરવા માગે છે. પોતાનાં બાળકો પોતાની સેવામાં દીલાસો લે અને પોતાના કામમાં (દુ:ખ કરનતાં) વધારે આનંદ મેળવે, એવું ઈશ્વર ઈચ્છે છે. વળી તે ઈચ્છે કે જેઓ મારી ભકિત કરવામાં આવે, તેઓ મારા સંભાળ અને પ્રેમ વિષે કીમતી વિચારો લઈ જાય; પોતાના રોજનાં કામકાજમાં આનંદ પામે; અને દરેક બાબતમાં પ્રમાણિક પણે અને વિશ્વાસથી ચાલવાને તેઓની કૃપા મળે. SC 84.2
આપણે વધસ્તંભ પાસે ભેગા મળવું જોઈએ. આપણા વિચાર, વાતચીત અને આનંદમય લાગણીઓના વિષય ખ્રીસ્ત અને તેનો વધ હોવો જોઈએ. જે આશિર્વાદ આપણને ઈશ્વર તરફથી મળે છે, તે દરેક ધ્યાનમાં રાખવો જોઈએ; અને જયારે આપણે તેનો મહાન પ્રેમ સમજીએ, ત્યારે આપણા માટે જે હાથમાં ખીલા જડાયાં તેને બધું સોંપવાને તૈયાર થવું જોઈએ. SC 84.3
સ્તુતિની પાંખો પર બેસીને આત્મા સ્વર્ગની નજીકને નજીક જતો જશે ઉપર સ્વર્ગીય ભવનોમાં ગીતો અને સંગીત સાથે ઈશ્વરરની ભકિત થાય છે, અને આપણે જયારે આપણી કૃતજ્ઞતા વ્યકત કરીએ છીએ ત્યારે આપણે પણ સ્વર્ગીય દૂતોની ભકિત જેવું જ કંઈક કરતા હોઈએ, એવું લાગે છે. “જે ઉપકાર સ્તુતિનાં અર્પણ ચઢાવે છે., તે (ઈશ્વરનો) મહીમા (પ્રગટ) કરે છે.” ગીતશાસ્ત્ર પ૦:ર૩. ચાલો, આપણે પણ ભકિતયુકત આનંદથી “આનંદ અને ઉત્સવ” સહિત આપણા સરજનહારની આગળ જઈએ.(યશાયાહ પ૧:૩).”
SC 85.1
પ્રાર્થનાનો સમય
“ઓ પ્રભુ, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં
જે સમયે હું તારા ચરણે પ્રાર્થના કરવા આવું છું,
તેનાથી વધારે મધુર સમય કયો હોઈ શકે?”
“જયારે હું પ્રાર્થનાની પાંખો પર સવાર થઈ
આ જગતને છોડી ઉંચે ઉંડું છું,
તે સવારના શાંત અને સાંજના ગંભીર
સમયને ધન્ય હો¦
“તે સમયે તું મને નવું બળ આપે છે,
તે સમયે તું મારા પાપ માફ કરે છે;
અને તે જ વખતે સ્વર્ગની આશાથી તું
મારા એકાંતને આનંદમય બનાવે છે.”
“પ્રભુ, એ ધન્ય કીનારે પહોંચુ ત્યાં સુધી
પ્રાર્થનામાં મારા અંતરાત્માને તારી આગળ
રેડવા કરતાં બીજા હકને વધારે વહાલો નહિ ગણું.” SC 85.2