Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    શિષ્યોની લાયકાત

    “જો કોઈ માણસ ખ્રીસ્તમાં છે તો તે નવિ ઉત્પત્તિ (છે); જે જુનું હતું તે સર્વ જતું રહ્રું છે; જુઓ , તે નવું થયું છે.” ર કોરીંથી પ:૧૭.SC 48.1

    માણસ કદાચ પોતાનું બદલાણ કયાં, કયારે અને કેવા સંજોગોમાં થયું એ બરાબર નહિ કહી શકે; પરંતુ તેથી કંઈ તેનું બદલાણ નથી થયું એવું ન કહેવાય. ખ્રીસ્તને નીકોદેમસને કહ્રું કે, “વા જયાં ચાહે ત્યા વાય છે અને તું તેનો આવજ સાંભળે છે, પણ કયાંથી આવે છે, અને કયાં જાય છે, એ તું નથી જાણતો; હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવુ જ છે.” યોહાન ૩:૮. જેમ પવન અર્દર્શ્ય હોવાં છતાં તેની અસર સ્પષ્ટ રીતે લાગે છે અને દેખાય છે, તેવી જ રીતે ઈશ્વરનો આત્મા મનુષ્યના હ્રદયમાં પોતાનું કામ કરે છે. એ ફરીથી સજીવન કરવાની શકિત મનુષ્યની આંખે દેખાતી નથી છતાં તે મનુષ્યમાં નવું જીવન ઉત્પન્ન કરે છે અને ઈશ્વરની પ્રતિકૃતિ સમું નવું પ્રાણી બનાવે છે. પવિત્ર આત્માનું કામ શાંત અને અર્દર્શ્ય હોવા છતાં તેની અસર દેખાય છે. જો ઈશ્વરના આત્માથી હ્રદય પુનર્જન્મ પામ્યું હશે, તો જીવન તેની સાક્ષી પુરશે. આપણે આપણું હ્રદય બદલવા તેનું ઈશ્વર સાથે ઐકય કરાવવા કંઈ કરી શકતા નથી, છતાં આપણી જાત અથવા આપણાં સત્કર્મો પર વિશ્વાસ રાખી શકતા નથી, છતાં આપણામાં ચારિત્ર્ય, ટેવો અને રોજના કામકાજમાં ફેરફાર જણાઈ આવે છે. આગળના અને હાલના જીવનમાં તફાવત સ્પષ્ટ જણાઈ આવે છે. માણસ કોઈક વખત સારાં નબળાં કામ કરે તેથી કંઈ તેનું ચારિત્ર્ય જણાતું નથી પરંતુ તે તો તેની વાણી અને વર્તનના વલણ પરથી દેખાઈ આવે છે.SC 48.2

    ખ્રીસ્ત તરફથી નવજીવનની શકિત મળ્યા સિવાય પણ માણસ પોતાની વર્તણુક બહારથી સુધારી શકે છે, એ વાત ખરી છે. લાગવગ વધારવાની ઈચ્છા અને બીજાની ર્દષ્ટિમાં ઉંચા ગણાઈ માન મેળવવાની અભિલષાથી માણસ નિયમિત જીવન ગાળે છે. સ્વમાનને લીધે માણસ બીજા આગળ પોતાનું ખરાબ દેખાવા દેતો નથી. સ્વાર્થી હ્રદયનાં માણસો(કોઈક વાર) પરોપકારનાં કામો કરે છે. ત્યારે હવે આપણે કઈ બાજુએ છીએ તેનો નિર્ણય કેવી રીતે કરવો?SC 48.3

    આપણું હ્રદય કોની પાસે છે ? આપણાં વિચારો કોની સાથે છે ? કોના વિષે આપણે રસથી વાત કરીએ છીએ ? આપણે આપણો ખરો પ્રેમ અને સર્વોતમ શકિતઓ કોના માટે ખર્ચી નાખવા તૈયાર છીએ ? જો આપણે ખ્રીસ્તના પક્ષામાં હોઈશુ , તો આપણા વિચારો તેની સાથે હશે : આપણાં મધુર ચિંતન તેના વિષે જ હશે. આપણી જાત તેમજ આપણી પાસે જે કંઈ હોય તે બધું તેને અર્પણ કરીશું. આપણે તેની પ્રતિકૃતિ થવા, તેના આત્માનો શ્વાસ લેવા, તેની ઈચ્છા પ્રમાણે વર્તવા અને બધી બાબતમાં તેને પ્રસન્ન કરવા આતુર રહીશું.SC 49.1

    જેઓ ઈસુ ખ્રીસ્તમાં નવો જન્મ પામે છે, તેઓ “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણુ, ભલાઈ, વિશ્વાસપણુ, નમ્રતા તથા સંયમ” એવાં એવાં આત્માનાં ફળો આપશે.(ગલાતી પ:રર, ર૩). તેઓ આગળની માફક કુવાસના નહિ ફસાય, પરંતુ ઈશ્વરપુત્રના વિશ્વાસથી તેઓ તેને પગલે ચાલશે, તેનું ચારિત્ર્ય પોતાનામાં ઉતારશે. અને જેમ તે પવિત્ર છે તેમ પોતાની જાતને પણ પવિત્ર કરશે. આગળ જે વસ્તુઓને તેઓ ધિક્કારતાં હતા, તે વસ્તુઓને ચાહશે અને આગળ જેને ચાહતા હતા, તે વસ્તુઓને ધિક્કારશે. અભિમાની અને આપમતીઆ હ્રદયમાં નમ્ર અને રાંકડા થઈ જશે. મિથ્યાભિમાની અને મગરૂર માણસ ગંભીર અને શરમાળ બની જશે. પીધેલો શુદ્ઘિમાં આવી જશે અને દુરાચરણી શુદ્ઘ થઈ જશે. જગતનાં મિથ્યા રીતરીવાજ માણસો છોડી દેશે. અને ખ્રીસ્તીઓ “બહારનો” શણગાર નહિ “,પણ અંત:કરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો , એટલે દીન તથા નમ્ર આત્માનો” શણગાર શોધશે. ૧ પીતર ૩:૩, ૪.SC 49.2

    જયાં સુધી પસ્તાવાને લીધે માણસ પોતાના જીવનમાં સુધારો ન કરે, ત્યાં સુધી ખરા પસ્તાવાની સાબીતી મળતી નથી. જો પાપી પોતાનાં વચન પાળે, બીજા પાસેથી લુંટી લીધેલું હોય, તે પાછું આપી દે, ઈશ્વર તથા પોતાનાં માનવ બંધુઓને ચાહે, તો ખાતરીપૂર્વક માનવું કે તે મૃત્યુને પાછળ મૂકી દઈ જીવનમાં પેસી ગયો છે.SC 49.3

    આપણે ભૂલકણાં અને પાપી મનુષ્યો છીએ, છતાં જયારે આાપણે ખ્રીસ્તના શરણે આવી તેની ક્ષામા અને કૃપાના ભાગીઆ થઈએ છીએ, ત્યારે આપણા હ્રદયમાં પ્રેમ ઉત્પન્ન થાય છે, આપણને બધો બોજો હોલકો લાગે છે, કારણ કે, ખ્રીસ્તની ઝુંસરી સહેલ છે. ફરજ આનંદરૂપ લાગે છે અને ભોગ આપવામાં એક જાતની મઝા પડે છે. પહેલો જે રસ્તો અંધકારથી ભયંકર દેખાતો, તે હવે ન્યાયિપણાના સૂર્યના કિરણથી પ્રકાશિત થઈ ગયો લાગે છે.SC 49.4

    ખ્રીસ્તના ચારિત્ર્યની સુંદરતા તેના અનુયાયીઓમાં નજરે પડશે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવામાં તેને આનંદ પડતો. આપણા ત્રાતાનાં જીવનમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ અને તેના મહિમા માટે ઉત્સાહ અને શકિતરૂપ હતાં. પ્રેમે તેના સર્વ કાર્યો સુંદર અને ઉદાર બનાવ્યાં. પિ્રતિ ઈશ્વરની છે. જે હ્રદય ઈશ્વરને અર્પણ કરવામાં આવ્યું ન હોય તેમાં ઉત્પન્ન થઈ શકતી નથી. જયાં ઈસુ રાજય કરતો હોય, એવા જ હ્રદયમાં તે જોવામાં આવે છે. “આપણે પ્રેમ રાખીએ છીએ, કેમકે પ્રથમ તેણે આપણા પર પ્રેમ રાખ્યો.” ૧ યોહાન ૪:૧૯. ઈશ્વરીકૃપાથી પુનર્જન્મ પામેલ હ્રદયમાં પ્રેમ મુખ્ય ભાગ ભજવે છે. એ પ્રેમ ચારિત્ર્યને સુધારે છે, લાગણીઓને કાબુમાં રાખે છે, કુવાસનાઓને રોકે છે, વેર ને દાબી દે છે અને સ્નેહની લાગણીઓને ઉન્નત બનાવે છે. આત્મામાં ઉછરેલો આવો પ્રેમ જીવન મધુર બનાવે છે અને પોતાની આજુબાજુ બધે નિર્મળ વાતાવરણ ઉભું કરે છે.SC 50.1

    ઈશ્વરનાં બાળકોએ અને ખાસ કરીને તેની કૃપામાં વિશ્વાસ રાખવાની શરૂઆત કરનારાઓએ બે ભૂલો ન થાય તે ખાસ જોવાનું છે. આ બે માંની પહેલી ભૂલ વિશે આપણે વિચાર કરી ગયા છીએ, તે એ કે માણસે પોતાના કામ પર વિશ્વાસ રાખવો ન જોઈએ- પોતે પોતાના જ કામથી નિયમ પાળીને - પવિત્ર થવા પ્રયત્ન કરે છે, તે અશકય કામ કરવા તૈયાર થાય છે, એમ જાણવુ. માણસ જે ખ્રીસ્ત વિના કરી શકે તે બધું સ્વાર્થ તથા પાપથી બગડેલું હોય છે. વિશ્વાસ દ્વારા ખ્રીસ્તની કૃપાજ આપણને પવિત્ર કરી શકે છે.SC 50.2

    તેથી ઉલટી છતાં એટલી જ ધાસ્તિ ભરેલી ભૂલ એ છે કે ખ્રીસ્ત પર વિશ્વાસ રાખારને ઈશ્વરના નિયમ-કાયદા-પાળવાની જરૂર નથી; અને એકલા વિશ્વાસથી જ આપણે ખ્રિસ્તની કૃપાના ભાગીઆ થઈએ છીએ માટે આપણા જીવન-કામકાજ-ને આપણાં ઉદ્ઘાર સાથે કાંઈ લેવાદેવા નથી.SC 50.3

    અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આંજ્ઞાકિતપણું એ બહારથી તાબેદારી બતાવવામાં જ પુરૂં નથી થતું, એ તો પ્રેમથી કરેલી સેવા છે. ઈશ્વરનો કાયદો તેનો સ્વભાવ જ બતાવે છે; તે પ્રેમના મહાન સિદ્ઘાંતનું શરીર(સ્થુલ રૂપ) છે. તેથી જ તે સ્વર્ગ તેમજ પૃથ્વી પર તેના રાજયનો પાયો છે. જો આપણું હ્રદય ઈશ્વરના હ્રદય જેવું નવું થાય, અને જો આપણાં આત્મામાં ઈશ્વરી પ્રેમ રોપવામાં આવે, તો શું ઈશ્વરનો કાયદો આપણે જીવનમાં નહિ પાળીએ ? જયારે પ્રેમનું તત્વ હ્રદયમાં સ્થાપવામાં આવે અને માણસ પોતાને પેદા કરનારની મૂર્તિરૂપ બને ત્યારે “હું મારો નિયમ તેઓનાં મનમાં મૂકીશ, અને તેઓના હ્રદયપટ પર તેઓને લખીશ એ નવા કરારનું વચન પુ૧ થાય છે.” હેબ્રી ૧૦:૧૬. શું હ્રદયપટ પર લખેલ નિયમ મનુષ્યનું જીવન નહિ ઘડી શકે? આજ્ઞાંકિતપણું, - પ્રેમ અને એક નિષ્ઠાથી કરેલી સેવા - એ શિષ્ય હોવાની ખરી નિશાની છે. શાસ્ત્ર કહે છે કે, “આપણે દેવની આજ્ઞાઓ પાળીઅ, એ જ દેવ પરનો પ્રેમ છે.” “જે કહે છે કે, હું તેને ઓળખું છું, પણ તેની આજ્ઞા પાળતો નથી, તે જુઠો છે , અને તેનામાં સત્ય નથી.” ૧ યોહાન પ:૩; ર:૪. વિશ્વાસ માણસને આજ્ઞાંકિતપણામાંથી મુકત કરવાને બદલે તેને ખ્રીસ્તની કૃપાનો ભાગીઓ બનાવે છે અને તેની કૃપાથી માણસ આજ્ઞાંકિત રહી શકે છે.SC 51.1

    આજ્ઞાંકિતપણાથી જ ઉદ્ઘાર મળતો નથી, કારણ કે ઉદ્ઘાર ઈશ્વરનું કૃપાદાન છે, અને તે વિશ્વાસથી જ મળે છે; પણ આજ્ઞાંકિતપણું, એ તો વિશ્વાસનું ફળ છે. “તે પાપનું હરણ કરવાને પ્રગટ થયો, એ તમે જાણો છો ; અને તેનામાં પાપ નથી. જે કોઈ તેનામાં રહે છે , તે પાપ કરતો નથી, જે કોઈ પાપ કરે છે તેણે તેને જોયો નથી, અને તેને ઓળખતો પણ નથી.” ૧ યોહાન ૩:પ, ૬. આ ખરી કસોટી છે. જો આપણે ખ્રીસ્તમાં જીવતા હોઈશું. જો આપણાં હ્રદયમાં ઈશ્વરનાં પ્રેમનો વાસ હશે, તો તેના પવિત્ર નિયમશાસ્ત્રમાં કહ્રું છે તે પ્રમાણે આપણી લાગણીઓ , વિચારો અને વર્તન ઈશ્વરની ઈચ્છાને અનુસરીને જ ચાલશે. “બાળકો, કોઈ તમને ન ભમાવે; જેમ તે ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે.” ૧ યોહાન ૩:૭. ન્યાયીપણાની વ્યાખ્યા સીનાઈ પહાડ પર આપેલ ઈશ્વરના પવિત્ર નિયમની દશ આજ્ઞામાં જણાવી છે.SC 51.2

    કેટલાક ઈસુમાં વિશ્વાસ રાખવાનો દાવો કરી કહે છે કે ઈસુમાં વિશ્વાસ રાખનારને ઈશ્વરની આજ્ઞાને આધિન રહેવાની જરૂર નથી, આ ખરો વિશ્વાસ નથી. એ તો ફકત માની લીધેલ વાત છે. “તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો.” પરંતુ “વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો(હોવાથી) નિર્જીવ છે.” એફેસી ર:૮, યાકુબ ર:૧૭. ઈસુએ પૃથ્વી પર આવતાં પહેલા પોતા વિશે કહ્રું હતું કે, “હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. ; તારો નિયમ મારા હ્રદયમાં છે.” ગીતશાસ્ત્ર ૪૦:૮. વળી સ્વર્ગગમન પહેલાંજ તેણે જાહેર કર્યુ હતું કે,“ હું મરા બાપની આજ્ઞાઓને પાળીને તેના પ્રેમમાં રહું છુ.” યોહાન ૧પ:૧૦. શાસ્ત્ર કહે છે કે, “જો આપણે તેની આજ્ઞાઓ પાળીએ, તો તે ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ...... હું તેનામાં રહું છું, એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યો તેમજ ચાલવું જોઈએ.” ૧ યોહન ર:૩-૬. “કારણ કે, એને માટે તમને તેડવામાં આવ્યાં છે, કેમકે ખ્રીસ્તે પણ તમારે માટે સહન કર્યું , અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમુનો આપ્યો છે.” ૧ પીતર ર:ર૧.SC 52.1

    અનંત જીવન માટે જે શરત હંમશેા ચાલતી આવી છે તે આજે પણ છે- આપણાં પ્રથમ માતપિતાના પતન પહેલાં પણ એમના સ્વર્ગીય વાસમાં એ જ શરત હતી. એ શરત કઈ ? ઈશ્વરનાં કાયદાને સંપૂર્ણ આંજ્ઞાકિતપણું ; સંપૂર્ણ ન્યાયીપણું. જો આથી ઉતરતી કોઈ પણ શરતે અનંત જીવન આપવામાં આવે તો આજ્ઞા વિશ્વનું સુખ ભયમાં આવી પડે, પાપને તેમાંથી જન્મતું દુ:ખ અને કષ્ટ અમર દુ:ખ તથા કષ્ટ ભર્યા પાપનાં દરવાજા ખુલ્લા થવાનો રસ્તો ખુલ્લો થઈ જઈ શકે.SC 52.2

    આદમના પતન પહેલાં તેન માટે ફકત ઈશ્વરના નિયમને તાબે રહીને જ ન્યાયી ચારિત્ર્ય ઘડવું શકય હતું. પરંતુ એમ કરવામાં તે નિષ્ફળ નીવડયો અને તેના પાપને લીધે આપણા સ્વભાવ પાપી થઈ ગયા એટલે હવે આપણે (પોતાના પ્રયત્નથી જ ) ન્યાયી થઈ શકતા નથી. આપણે પાપી અને અપવિત્ર છીએ તેથી આપણે પવિત્ર નિયમ સંપૂર્ણ રીતે પાળીશ શકતા નથી. ઈશ્વરના નિયમ મુજબ શરત પુરી કરવા માટે આપણામાં પોતાનું ન્યાયીપણુ નથી. પરંતુ ખ્રીસ્તે આપણા માટે બચવાનો રસ્તો કરી આપ્યો છે. તેણે આપણી માફક દુ:ખ અને લાલચોમાં આ પૃથ્વી પર જીવન ગુજાર્યું. તેણે નિષ્પાપી જીંદગી ગાળી, તે આપણા માટે મુઓ અને હવે આપણા પાપ લઈને તેના બદલે પોતાનું ન્યાયીપણું આપવા કહે છે. માટે જો તમે તમારી જાતને તેને અર્પણ કરો અને તેને તમારા ત્રાતા તરીકે સ્વીકારશો, તો તમે ગમે તેવી પાપી જીંદગી ગાળી હશે છતાં તેને ખાતર તમને ન્યાયી ગણવામાં આવશે. તમારા ચારિત્ર્યની ખ્રીસ્તનું ચારિત્ર્ય જગ્યા લેશે અને જાણે તમે પાપ ન કર્યુ હોય, તેમ ઈશ્વર તમારો સ્વિકાર કરશે.SC 52.3

    આ ઉપરાંત ખ્રીસ્ત માણસનું હ્રદય બદલી નાખે છે, ને તમારા હ્રદયમાં વિશ્વાસથી રહે છે. ખ્રીસ્ત સાથેનો આ સંબંધ તમારે વિશ્વાસથી અને હંમેશાં તમારી ઈચ્છા તેને આધીન રાખીને જાળવાવનો છે; જયાં સુધી તમે એ પ્રમાણે ચાલશો, ત્યાં સુધી તે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં વિચાર અને કામ કરવાની ઈચ્છા ઉત્પન્ન કરશે. એટલે તમે કહેશો કે, “હવે દેહમાં જે મારૂં જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે; તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારૂ પોતાનું અર્પણ કર્યુ.” ગલાતી ર:ર૦. તેથી ઈસુએ શિષ્યોને કહ્રું કે, “જે બોલે છે તો તો તમે નથી. પણ તમારા બાપનો જે આત્મા તમારામાં બોલે છે.” માત્થી ૧૦:ર૦. એટછે જયારે ઈસુ તમારામાં કામ કરતો હશે, ત્યારે તમે તેના જેવો જ સ્વભાવ બતાવશો અને તેના જેવા જ ન્યાયીપણ અને આજ્ઞાંકિતપણાનાં કામ કરશો.SC 53.1

    બડાઈ મારવા જેવુ આપણામાં કંઈ જ નથી, તેમ આપણાં પોતાનાં વખાણ કરવાનું પણ આપણને કંઈ કારણ નથી. આપણી આશાનું ફકત એક જ કારણ છે કે, તે એ કે આપણામાં ખ્રીસ્તનું ન્યાયીપણું આરોપેલું છે અને આપણામાં તથા આપણી મારફતે કામ કરતા પવિત્ર આત્માએ તે ન્યાયીપણું આપેલું છે.SC 53.2

    વિશ્વાસની વાત કરતી વખતે આપણે એક તફાવત ધ્યાનમાં રાખવાનો છે. વિશ્વાસથી તદ્દન જુદી જ એક જાતની માન્યતા છે. ઈશ્વરની હસ્તી અને શકિત તેમજ તેના શબ્દનું ખરાપણું એ એવાં સત્યો છે કે જે શેતાન અને તેના દૂતો પણ સાચાં છે એનો મનથી નકાર કરી શકતા નથી. શાસ્ત્ર કહે છે કે, “ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે.” (યાકૂબ ર:૧૯) પરંતુ એ વિશ્વાસ નથી. જયાં ઈશ્વરના શબ્દમાં વિશ્વાસ છે એટલું જ નહિ પરંતુ તેને આધીન રહેવાની ઈચ્છા હોય છે; જયાં હ્રદય તેને સોંપી દેવામાં આવ્યું હોય છે અને પ્રેમની લાગણીઓ તેના પર સ્થિર થઈ હોય છે, ત્યાં વિશ્વાસ - ખરો વિશ્વાસ છે એમ માનવું. એવો વિશ્વાસ પ્રેમથી કામ કરે છે અને આત્માને પવિત્ર કરે છે. આ વિશ્વાસ મારફતે ઈશ્વરની પ્રતિમામાં હ્રદય પુનર્જન્મ પામે છે. પોતાની અસલ સ્થિતીમાં હ્રદય ઈશ્વરનાં નિયમને આધિન રહેતું નથી હોતું - હોઈ શકે પણ નહિ - તે જ હ્રદય નવી સ્થિતીમાં શાસ્ત્રની પવિત્ર આજ્ઞાઓમાં આનંદ અનુભવે છે અને ગીતશાસ્ત્રકારની સાથે કહે છે કે, “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું. ; આખો દિવસ તેનું જ મનન કરૂં છું.” ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭. “આપણામાં એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાઓમાં” નિયમનું ન્યાયીપણુ પૂર્ણ થાય છે.(રૂમી ૮:૪) એવાં પણ માણસો છે કે જે ખ્રીસ્તની ક્ષામાવાન પ્રીતિ જાણે છે એન ઈશ્વરનાં બાળકો થવાની તેમની ખરેખરી ઈચ્છા છે, છતાં તેઓને પોતાનું ચારિત્ર્ય અપૂર્ણ અને પોતાનું જીવન દોષયુકત જણાય છે; વળી પોતાનું હ્રદય પવિત્ર આત્માથી નવો જન્મ પામેલું છે કે નહિ તે શંકા કરવા માંડે છે. આવાંઓને હું કહીશ કે નિરાશ થઈને પાછા ન હઠો. આપણાં દોષો અને ભૂલો માટે ઘણીએ વાર આપણે ખ્રીસ્તને ચરણે પડીને રડવું પડશે; પરંતુ તેથી આપણે નિરાશ થવુ નહિ. આપણે શત્રુથી પરાજય પામ્યા હોઈએ, તો પણ ઈશ્વર આપણનેં ફેંકી દેતો નથી - આપણો ત્યાગ કરતો નથી. - આપણને નકારતો નથી. ન. ઈશ્વરને જમણે હાથે ખ્રીસ્ત બેઠો છે, તે પણ આપણા માટે મધ્યસ્થી કરે છે. પિ્રય યોહાન કહે છે કે, “તમે પાપ ન કરો માટે હું આ વાતો તમને લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રીસ્ત જે ન્યાયી છે તે .” ૧ યોહાન ર:૧. અને ઈસુના શબ્દો પણ ભૂલશો નહિ કે “બાપ પોતે તમારા પર પ્રેમ રાખે છે.” યોહાન ૧૬:ર૭. તે તમને પોતાના કરવા તેમજ પોતાની શુદ્ઘતા અને પવિત્રતા તમારામાં જોવા ઈચ્છે છે. તમે ફકત જો તેને આધીન થશો, તો તેણે તમારામાં પોતાનું કામ શરૂ કર્યું છે એટલે તે ઈસુ ખ્રીસ્તનાં દિવસ સુધી ચાલુ રાખશે. વધારે આતુરતાથી પ્રાર્થના કરો ; વધારે સંપૂર્ણ રીતે માનો. જેમ જેમ આપણી પોતાની શકિત પર અવિશ્વાસ આવતો જાય, તેમ તેમ ઉદ્ઘારકની શકિત પર વિશ્વાસ વધારો અને આપણે તેની -આપણા મુખનું તારણ છે તેની સ્તુતિ કરીશું.SC 53.3

    તમે વધારે ઈસુ પાસે આવશો, તેમ તેમ પોતામાં વધારે દોષો જણાશે; કારણ કે, તમારી ર્દષ્ટિ વધારે સ્પષ્ટ થશે અને તમારી અપૂર્ણતાઓ તમને ખ્રીસ્તના સંપૂર્ણ સ્વભાવ વચ્ચે રહેલો તફાવત તમને સ્પષ્ટ રીતે દેખાશે. શેતાનની માયાની જાળ નબળી પડી ગઈ છે, અને ઈશ્વરના આત્માની જીવંત અસર તમને જાગૃત કરી રહી છે, તેની સાક્ષી છે.SC 55.1

    જે માણસ પોતાનું પાપીપણું સમજતો નથી તેના હ્રદયમાં ઈસુ માટે ઉંડો પ્રેમ વાસ કરી શકતો નથી. જે મનુષ્ય ખ્રીસ્તની કૃપાથી બદલાઈ થયો હોય છે, તે તેના દૈવી ચારિત્ર્યના ગુણગાન કરે છે; પરંતુ આપણે આપણી પોતાની નૈતિક ખામીઓને ન જોઈએ, એ આપણે ખ્રીસ્તની સુંદરતા અને ઉત્તમતા નથી નીહાળી તેની સાબિતી છે.SC 55.2

    જેમ જેમ આપણે પોતામાં વખાણવાનું વધારે જોઈશું આપણી પોતાની પાપી સ્થિતીનું જ્ઞાન આપણને (પાપ) માફ કરી શકે તેવા ખ્રીસ્ત તરફ ધકેલે છે ; અને જયારે માણસ પોતાની નિરાધાર દશા સમજીને ખ્રીસ્ત તરફ વળશે, ત્યારે તે પોતાની શકિતમાં પોતાને પ્રગટ કરશે. જેમ જેમ આપણી જરૂરીઆત - ગરજ-આપણને તેની અને ઈશ્વરના શાસ્ત્રની તરફ વધારે ધકેલે છે, તેમ તેમ તેના ચારિત્ર્ય વિશે આપણે વધારે ઉંચો ખ્યાલ બાંધીશું અને તેની પ્રતિમાનું વધારે પૂર્ણ સ્વરૂપ બતાવી શકીશુ.SC 55.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents