Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    કામ અને જીવન

    સૃ ષ્ટિના જીવન, પ્રકાશ અને આનંદનું ઉત્પતિ સ્થાન ઈશ્વર છે. જેમ સૂર્યમાંથી કિરણો નીકળે છે, અને જીવતા ઝરામાંથી પાણીના પ્રવાહ નીકળી છે, તેમ તેની તરફથી તેનાં સર્વ પ્રાણીઓ તરફ આશીર્વાદો આવે છે.SC 64.1

    પતીત થએલ મનુષ્યનો ઉદ્ઘાર કરવામાં આપણા તારનારનો આંનદ હતો. એ માટે તેણે પોતાની જીંદગીને પણ વહાલી ન ગણી, પરંતુ શરમની પણ દરકાર ન કરતા તે વધસ્તંભે જડાયો. એવી જ રીતે બીજાના સુખ માટે જ હંમેશાં દૂતો કામ કર્યા કરે છે. એમાં જ તેઓને આનંદ પડે છે. સ્વાર્થી હ્રદયનાં માણસો પોતાનાથી હલકા અને દરેક બાબતમાં ઉતરતાં ચારિત્ર્ય અને દરજજાનાં માણસની સેવા કરવામાં નામોશી ગણે છે, ત્યારે નિષ્પાપી દૂતોનું તો એ કામ જ છે. ખ્રીસ્તના આત્મત્યાગી પ્રેમનુ વાતાવરણ સ્વર્ગમાં પ્રસરેલું હોય છે, અને તેના આશીર્વાદનું એ જ તત્વ છે. ખ્રીસ્તના અનુયાયીઓ એવો જ ભાવ બતાવશે અને એવુંજ કામ કરશે.SC 64.2

    ખ્રીસ્તનો પ્રેમ હ્રદયમાં પુરેલો હોય છે, તે સુગંધની માફક સંતાએલો રહી શકતો નથી. જેના જેના સંબંધમાં આપણે આવીશુ તે બધાને તેની પવિત્ર અસર લાગશે. હ્રદયમાં રહેલો ખ્રીસ્તનો ભાવ રણમાં આવેલાં ઝરાની માફક વહે છે. અને બધાને તાજા કરે છે, અને નાશ પામાવાની તૈયારી પર આવી ગએલ માણસોને જીવનનું પાણી પીવા માટે આતુર કરે છે.SC 64.3

    મનુષ્ય જાતના આશિર્વાદો અને ઉન્નતતિ માટે ઈસુની માફક કામ કારવા-માંજ ઈસુ માટેનો ખરો પ્રેમ પ્રગટ થાય છે. તેનાથી આપણા સ્વર્ગીય પિતાની સંભાળ નીચે રહેતાં બધાં પ્રાણીઓ માટે પ્રેમ, મૃદૃતા, અને દીલસોજી ઉત્પન્ન થાય છે.SC 64.4

    તારનારે પૃથ્વી પરંતુ જીવન પોતાના એશઆરામ કે આસકિત માટે ગાળ્યુ ન હતું , પરંતુ તેણે પાપમાં ખોવાઈ ગએલ મનુષ્ય જાતના ઉદ્ઘાર માટે આગ્રહભર્યા, સાચા દીલના અને આશ્રાંત પ્રયત્નો કર્યા. ગભાણથી કાલ્વરી સુધી તે ત્યાગને રસ્તે ચાલ્યો અને વિકટ ફરજો, કંટાળાભરેલી મુસાફરીઓ, તથા થકવી નાખે એવી ચિંતાઓ અને મહેનતથી સટકી જવા તેણે પ્રયત્ન પણ ન કર્યો. તેણે કહ્રું કે, “માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને તથા લોકોની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.” માત્થી ર૦:ર૮. આ તેના જીવનનો મહાન હેતુ હતો. બીજી દરેક બાબત તેનાથી ઉતરતી અને તેના માટે ઉપયોગી હતી. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલવુ અને તેનું કામ સંપૂર્ણ કરવું એ એના જીવન માટે અન્ન અને પાણી જેવું હતું. તેના કામકાજમાં પોતાની જાત કે સ્વાર્થને કંઈ સ્થાન ન હતું.SC 64.5

    તેથી જેઓ ખ્રીસ્તની કૃપાના ભાગીઆ હશે, તેઓ જેને સ્વર્ગીય દાનોના ભાગીઆ બનાવવા ખ્રીસ્ત મરી ગયો તેઓને માટે ગમે તે ભોગ આપવા તૈયાર થશે. તેઓ પોતાના વસવાટ માટે જગતને વધારે સારૂં બનાવવા પોતાની બનશે, તે બધુ કરશે. જેનું ખરેખરૂં બદલાણ થયું હોય તેના હ્રદયમાં આ ભાવ જરૂર વિકાસ પામે છે. માણસ ખ્રીસ્તની પાસે આવે છે કે તરત જ ખ્રીસ્ત કેવો અમૂલ્ય મિત્ર છે, એ વાત જાહેર કરવાનો ભાગ તેના હ્રદયમાં પ્રગટ થાય છે ; તારનાર અને પાપનો નાશ કરનારથી સત્ય છુપાવી શકાતું જ નથી. જો આપણે ખ્રીસ્તનું ન્યાયીપણું પહેરીએ, તો આપણે તેના અંતરમાં વસતા આત્માનાં આનંદથી એટલા ભરપૂર થઈશું કે આપણે શાંત રહી શકીશું નહિ.પ્રભુ સારો છે, એ વાત આપણે જોઈ અને અનુભવી હશે, તો આપણે કંઈક કહીશું. ફીલીપની માફક આાપણને ત્રાતા મળશે એટલે આપણે બીજાઓને પણ તેની હજુરમાં આમંત્રીશું. આપણે તેમની આગળ ખ્રીસ્તનું આકર્ષણ અને બીજી દુનીઆની નહિ જોએલ એવી હકીકતો રજુ કરીશું. જે રસ્તે ઈસુ ગયો, તે રસ્તે જવાની આપણને ઉત્કટ ઈચ્છા થશે. આપણી આજુબાજુના લોકો “દેવનું હલવાન, જે જગતનાં પાપ દૂર કરે છે” તેને જુએ એવી આપણા હ્રદયમાં ઉત્કંઠા ઉત્પન્ન થશે.SC 65.1

    અને બીજાને આશિર્વાદ આપવાના પ્રયત્નોની પ્રતિકિ્યા થતાં આપણને પોતાને આશિર્વાદ મળશે. પાપમાંથી છુટા કરવાની યોજનમાં આપણને ભાગ આપ્યો તેમાં ઈશ્વરનો એ જ હેતુ હતો. તેણે માણસને દૈવી સ્વભાવનાં ભાગીઆ થવાનો હક આપ્યો છે અને બદલામાં માણસે તે જ આશિર્વાદો પોતાના ભાઈઓમાં વેરવાના છે. ઈશ્વર માણસને આપી શકે તેવું ઉંચામાં ઉંચું માન અને મોટામાં મોટો આનંદ આમાં છે. આ રીતે જેઓ પ્રેમની મજુરીમાં ભાગ લે છે, તેઓ પોતાના ઉત્પન્ન કર્તાની નજીકમાં નજીક જાય છે.SC 65.2

    સુવાર્તાનો સંદેશો અને પ્રેમાળ સેવાનું બધું કામ ઈશ્વર પોતાના સ્વર્ગીય દૂતોને સોંપી શકત; પોતાનો હેતું સાધવા માટે બીજાં સાધનોનો ઉપયોગ કરી શકત. પરંતુ પોતાના અપાર પ્રેમને લીધે તેણે આપણને પોતાની સાથે, ખ્રીસ્તની સાથે અને દૂતોની સાથે કામ કરનાર બનાવાવનું પસંદ કર્યું કે જેથી નિસ્વાર્થ સેવા કરવાથી જે આશિર્વાદ, આનંદ અને આદ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે, તે આપણને પણ પ્રાપ્ત થાય.SC 66.1

    ખ્રીસ્તે દુ:ખ સહન કર્યાં તેથી તેના માટે બતાવવામાં આવેલીસ દીલસોજી આપણાચ માટે બતાવાય છે, બીજાના ભલા માટે કરેલું આત્મભોગનું દરેક કાર્ય તે કરનારના હ્રદયમાં પરોપરકારનો ભાવ મજબુત કરે છે. અને તેને જગતનાં ઉદ્ઘારકથી નજીક લઈ જાય છે. “તારનાર ધનવવાન છતાં તમારે લીધે દરિદ્રી થયો, એ માટે કે તમે તેની દરિદ્રતાથી ધનવાન થાઓ..” આ રીતે આપણે આપણી ઉત્પતિનો દૈવિ હેતુ પુરો કરીએ, તો જ આપણું જીવન આપણા માટે આશિર્વાદરૂપ નીવડે.SC 66.2

    પોતાના શિષ્યોએ કેવી રીતે કામ કરવું તે વિષે ખ્રીસ્તે યોજના કરી છે, તે પ્રમાણે કરવા અને માણસોની તેની તરફ લાવવા જશો, તો તમને વધારે ઉંડા અનુભવ તથા જ્ઞાનની જરૂર જણાશે અને તમને ન્યાયીપણાની ભૂખ તથા તરસ લાગશે. તમે ઈશ્વર આગળ વિનંતી કરશો, તમારો વિશ્વાસ મજબુત થશે અને તમારો આત્મા મુકિતના કુવાનાં ઉંડા પાણી પીશે. વિરોધો અને સંકટો સામે ઝઝુમતાં તમારે બાઈબલ અને પ્રાર્થના તરફ વળવું પડશે. તમે કૃપામાં તથા ખ્રીસ્ત વિષેના જ્ઞાનમાં વધશો અને અનુભવમાં સમૃદ્ઘ થશો.SC 66.3

    બીજાઓની નિ:સ્વાર્થ સેવા કરવાથી મનુષ્યના ચારિત્ર્યામં ગૌરવ, દ્દઢતા અને ખ્રીસ્તના ચારિત્ર્ય જેવી સુંદરતા આવે છે અને માણસ શાંત અને સુખી થાય છે. તેની અભિલાષાઓ ઉંચી થાય છે. આળસ કે સ્વાર્થને તેના જીવનમાં સ્થાન મળતું નથી. જેઓ આ રીતે ખ્રીસ્તની કૃપાઓનો ઉપયોગ કરશે, તેઓ વિકાસ પામશે અને ઈશ્વરનું કામ કરવા માટે બળવાન થશે, તેઓને શુદ્ઘ આત્મિક વિચારો, દ્દઢ અને વધતો જતો વિશ્વાસ તથા પ્રાર્થના કરવાની શકિત મળશે. ઈશ્વરનો આત્મા તેના પર અસર કરે છે અને તે ઈશ્વરી અસરનાં પરિણામે આત્માની સંપૂર્ણ ઐકયતા ઉત્પન્ન કરે છે. આ રીતે જેઓ બીજાના ભલાને માટે નિ:સ્વાર્થ પ્રયત્નો કરે છે, તેઓ બેશક પોતાને માટે મુકિતનો રસ્તો તૈયાર કરે છે. SC 66.4

    કૃપામાં વધવાનો એક જ રસ્તો છે, તે એ કે ખ્રીસ્તે જે કામ કરવાનું આપણને સોંપ્યું છે તે નિ:સ્વાર્થ બુદ્ઘિથી કરવું એટલે આપણે કરી શકીએ એવી મદદની જેને જરૂર હોય, તેને બની શકે તેટલી મદદ કરવી અને તેઓને આશિર્વાદ આપવા. કસરત કરવાથી શકિત આવે છે : પ્રવૃત્તિએ જીવનની પહેલી શરત છે. જેઓ કૃપા દ્વારા મળતા આશિર્વાદો સ્વીકારી શાંત બેસી રહીને ખ્રીસ્તી જીવન ગાળવા પ્રયત્ન કરે છે અને ખ્રીસ્તને માટે કાંઈ જ કરતા નથી, તેઓ કામ કર્યા વિનાજ ખાઈને જીવવાનો પ્રયત્ન કરે છે. કુદરતી જગતની માફક આત્મીક જગતમા પણ આના પરિણામે નબળાઈ અને પડતી આવે છે. જે માણસ કસરત કરવાની ના કહે છે, તે પોતાનાં અવયવો વાપરવાની શકિત ગુમાવી બેસે છે. આ રીતે જે ખ્રીસ્તી ઈશ્વરે આપેલી શકિતઓનો ઉપયોગ કરતો નથ. તે ખ્રીસ્તમાં વધતો નથી, એટલું જ નહિ પણ તે પોતામાં હોય, તે શકિત પણ ગુમાવી બેસે છે.SC 67.1

    ખ્રીસ્તની મંડળી એ માણસના તારણ માટે ઈશ્વરે નીમેલ સંસ્થા છે. તેનું કામ જગતને સુવાર્તા પહોંચાડવાનું છે. અને તે ફરજ બધા ખ્રીસ્તીઓ પર છે. પોતાની બુદ્ઘિ અને પોતાને મળતી તક પ્રમાણે દરેક જણે તારનારનું કામ પુરૂં કરવાનું છે. આપણી આગળ પ્રગટ થએલો ખ્રીસ્તનો પ્રેમ જેઓ તેને નથી જાણતાં તેના આપણને દેવાદાર બનાવે છે. ઈશ્વરે આપણને જે પ્રકાશ આપ્યો છે, તે આપણા એકલાના જ માટે નહિ, પણ તેમના પર પાડાવને આપેલો છે.SC 67.2

    જો ખ્રીસ્તના અનુયાયીઓ પોતાની ફરજ સમજે- બજાવવા તૈયાર થાય,તો જે દેશો ખ્રીસ્તથી નથી તેવા દેશોમાં આજયે જયાં એક સુવાર્તા પ્રગટ કરનાર છે, ત્યા હજારો હોત . અને જે જાતે કામમાં જોડાઈ શકે તેવા સંજોગોમાં ન હોત, તેઓ પોતાનાં સાધનો ,દીલસોજી અને પ્રાર્થનાથી તે કામને ટેકો આપણ. અને ખ્રીસ્તી દેશોમાં ઘણી જ વધારે આતુરતાપૂર્વક સેવા થાત.SC 67.3

    ખ્રીસ્ત સારૂ કામ કરવા માટે આપણી ફરજ આપણા કૌટુંબીક વર્તુળમાં જ સમાઈ જતી હોય, તો તે છોડવાની કે વિદેશીઓનાં દેશોમાં જવાની પણ જરૂર નથી. આ કામ આપણે કુટુંબના માણસોમાં મંડળીમાં, આપણી સાથે સંબંધમાં આવતાં માણસોમાં અને આપણે જેની સાથે ધંધા કરતા હોઈએ તેવા લોકોમાં કરી શકીશું.SC 67.4

    આપણા ત્રાતાના પૃથ્વી પર ના જીવનનો મોટો ભાગ નાઝારેથના સુથારની દુકાનમાં ધીરજથી કામ કરવામાં ગયો હતો. જયારે જીવનનો પ્રભુ ખેડુતો અને મજુર સાથે ફરતો હતો અને તેઓ તેને ઓળખતા કે માન આપતા ન હતા, ત્યારે પણ સેવા કરનાર દૂતો તેની પાસે હાજર હતાંફ માંદાને સાજાં કરતી વખતે અથવા ગાલીલના સમુદ્રના મોજાં પર ચાલતી વખતે ઈસુ પોતાને સોંપેલું કામ જેટલી સંપૂર્ણ રીતે કરતો હતો, તેટલી જ સંપૂર્ણ રીતે તે પોતાનો ગરીબ ધંધો ચલાવતાં પણ કરતો હતો. એવી રીતે આપણે પણ જીંદગીમાં નમ્રમમાં નમ્ર ફરજમાં અને હલકામાં હલકા સ્થાનમાં ઈસુ સાથે ચાલી શકીએ અને કામ કરી શકીએ.SC 68.1

    પ્રેરિત કહે છે કે, “જે સ્થિતીમાં દરેકને તેડવામાં આવ્યો હોય તે સ્થિતીમાં તેણે દેવની સાથે રહેવું.” ૧ કરીંથી ૭:ર૪. ધંધારાર પોતાના વિશ્વાસુપણાથી એવી રીતે ધંધો કરશે, તે દરેક કામમાં ધર્મ બતાવશે અને માણસોની આગળ ખ્રીસ્તનો ભાવ પ્રગટ કરશે. કારીગર જે ખ્રીસ્તે ગાલીલીની ટેકરીમાં નીચા ગણાતા કામ-ધંધા કર્યા છે, તે ખ્રીસ્તનો મહેનતુ અને વિશ્વાસુ પ્રતિનિધિ થશે, ખ્રીસ્તનું નામ લેતો હોય, તે દરેક જણે એવી રીતે કામ કરવું જોઈએ કે તેના સારાં કામો જોઈને બીજાઓ પોતાના ઉત્પન્ન કરનાર અને તારનારનો મહીમા ગાવા પ્રેરાય-દોરાય.SC 68.2

    ઘણા માણસો ખ્રીસ્તની સેવામાં પોતાનાં દાનો ન આપતાં બહાના બતાવે છે કે બીજાઓને અમારા કરતાં વધારે સારાં દાન અને લાભો મળ્યા છે. એવો પણ મત ચાલે છે કે જેઓ ખાસ બુદ્ઘિશાળી છે તેમને જ પોતાની શકિતઓ ઈશ્વરની સેવા માટે વાપરવાની છે. ઘણાં એવું સમજે છે કે અમુક માનીતા વર્ગને જ બુદ્ઘિ આપવામાં આવી છે અને બીજાઓને તેનાથી દૂર રાખવામાં આવ્યા છે, એટલે તેમને કંઈ મજુરીમાં -સેવામાં કે તેના ફળમાં ભાગ લેવાનો નથી. પરંત દ્દષ્ટાંતમાં એવું બતાવવામાં આવ્યું નથી. જયારે ઘરધણીએ સેવકોને બોલાવ્યા, ત્યારે તેણે દરેક જણને તેની લાયકાત પ્રમાણે કામ સોંપ્યું.SC 68.3

    “જાણે પ્રભુને સારૂ છે , એમ સમજીને” “આપણે જીવનનું હલકામાં હલકું કામ કરવું જોઈએ.” કોલોસી ૩:ર૩. જો હ્રદયમાં ઈશ્વરનો પ્રેમ હશે, તો તે જીવનમાં જણાઈ આવશે. ખ્રીસ્તની મધુર સુવાસ આપણી ચારે બાજુ ફેલાઈ રહેશે અને આપણી અસર બીજાને ઉંચા કરશે અને આશિર્વાદ આપશે.SC 69.1

    ઈશ્વર માટે કામ કરવા જતાં પહેલાં તમારા મોટા પ્રસંગોની રાહ જોવાની કે અસાધારણ શકિતની આશા રાખી બેસી રહેવાની જરૂર નથી. જગત આપણા વિષે શું ધારશે, એવો વિચાર કરવાની પણ તમારે જરૂર નથી. જો તમારૂં હંમેશનું જીવન તમારા વિશ્વાસન શુદ્ઘતા અને સત્યતાની સાક્ષી રૂપ હશે અને તમે બીજાઓને ફાયદો કરવા ઈચ્છો છો, એવી તેઓને ખાતરી થશે, તો તમારા પ્રયત્નો બધા તો નિષ્ફળ નહિ જાય.SC 69.2

    ઈસુના નમ્રમાં નમ્ર અને ગરીબમાં ગરીબ શિષ્ય પણ બીજાઓને આશિર્વાદરૂપ થઈ શકે છે. પોતે કંઈ ખાસ ભલું કરે છે એવું તેમને નહિ લાગે, પરંતુ પોતે અજાણતાં પાડેલી અસરથી થેઓ આશિર્વાદનાં મોજાં પેદા કરશે અને તે પહોળાં અને ઉંડા થતાં જશે; વળી તેઓ તો કદાચ તેનાં ધન્ય પરિણામ છેલ્લા બદલાના દિવસ સુધી જાણશે પણ નહિ. આપણે કંઈ મોટું કામ કરીએ છીએ એવુ તેઓ જોતા કે જાણતાં નથી. તેઓને ફતેહની ચિંતા કરવાની જરૂર નથી પડતી. તેઓને તો ફકત શાંતિથી ઈશ્વરની યોજનમાં પોતાના માટે નકકી કરેલું કામ કરતા ચાલ્યા જવાનું છે. તેમનાં જીવન વ્યર્થ જવાનાં નથી. તેમનાં આત્મા ખ્રીસ્તના આત્મા જેવા વધતા જશે; તેઓ આ જીંદગીમાં ઈશ્વરની સાથે કામ કરનારા છે અને આ રીતે વધારે ઉંચા કામ અને ભવિષ્યનાં જીવનનાં શુદ્ઘ આનંદ માટે લાયક બને છે.SC 69.3

    ઈશ્વર આપણી સાથે પોતાની દૈવી કૃતિ તથા તેના આત્માની આપણાં હ્રદય પર થતી અસર દ્વારા આપણી સાથે વાત કરે છે. જો આપણે આપણું હ્રદય જોવા માટે તૈયાર રાખીશું તો આપણા રોજના દૈનિક વ્યવહારમાં આપણી આજુબાજુના સંજોગો અને પ્રસંગો અને આપણી આજુબાજુ હંમેશાં થતા ફેરફારોમાં આપણને અમૂલ્ય બોધ મળશે. ઈશ્વરની દૈવી કૃતિ શોધી કાઢતાં ગીતશાસ્ત્રકાર કહે છે કે, “પૃથ્વી યહોવાહની કૃપાથી ભરપુર છે.” ગીતશાસ્ત્ર ૩૩:પ. “‘જે કોઈ જ્ઞાની હશે, તે આ વાતો ધ્યાનમાં લેશે,&rlsquo; અને યહોવાહની કૃપા વિષે વિચાર કરશે” ગીતશાસ્ત્ર ૧૦૭:૪૩.SC 70.1

    ઈશ્વર પોતાના શાસ્ત્રમાં આપણી સાથે વાત કરે છે. અહીં આપણે તેનું ચારિત્ર્ય, તેનો મનુષ્ય સાથેનો વ્યવહાર તથા માણસના ઉદ્ઘાર માટેનું મહાન કાર્ય વધારે સ્પષ્ટ રીતે જોઈએ છીએ. અહીં આપણી આગળ પૂર્વજો અને ભવિષ્યવાદીઓ અને આગળના સંત પુરૂષોનો ઈતિહાસ ખુલ્લો છે. તેઓ “સ્વભાવે આપણા જેવા માણસ હતા.” યાકુબ પ:૧૭. આપણી માફક નિરાશામાં તેઓએ કેવા પ્રયત્ન કર્યા, આપણી પેઠે તેઓ કેવા પરીક્ષાણમાં પડયા વળી પાછી હિંમત ભીડીને ઈશ્વરીન કૃપાથી તેઓ ફતેહમંદ નીવડયા, એ બધું આપણે જોઈએ છીએ ; અને જોઈને આપણે આપણા ન્યાયીપણા માટેનાં પ્રયત્નમાં ઉત્તેજન પામીએ છીએ. જે અમૂલ્ય અનુભવો તેઓને આપવામાં આવ્યા હતા, જે પ્રકાશ, પ્રેમ અને આર્શિવાદો તેઓને ભોગવવા દેવામાં આવ્યાં હતા, અને તેઓને આપવામાં આવેલી કૃપાની મદદથી તેઓએ જે કામ કર્યાં, તે બધું વાંચીને જે આત્માએ તેમનાંમાં પ્રેરણા મૂકી, તે જ આત્મા આપણા હ્રદયમાં પવિત્ર સ્પર્ધાનો અગ્ની પ્રકટાવે છે; ચારિત્ર્યમાં તેમનાં જેવા થવાની - તેમની માફક ઈશ્વરની સાથે ફરવાની -ઈચ્છા ઉત્પન્ન કરે છે.SC 70.2

    ઈસુએ જુના કરાર વિષે કહ્રું કે, “મારે વિષે સાહેદી આપનાર પણ એ જ છે.” યોહાન પ:૩૯. એટલે તે ત્રાતા છે, અનંત જીવનની આશા તેનામાં આવીને ઠરી છે. નવો કરાર પણ આ સત્યને પુષ્ટિ આપે છે એટલું જ નહિ પણ તેના પર ખાસ ભાર મૂકે છે. હા, આખું શાસ્ત્ર-બાઈબલ-ઈસુ વિષે બોલે છે. ઉત્પત્તિના હેવાલથી - “જે કંઈ થયું છે, તે તેના વિના ઉત્પન્ન થયું નથી.” (યોહાન ૧:૩) તેનાથી -માંડીને “જુઓ હું થોડી વારમાં આવું છું.”(પ્રગટીકરણ રર:૧ર) એ છેલ્લા વચન સુધી આપણે તેનાં કામો વિષે વાંચીએ છીએ અને તેનો અવાજ સાંભળીએ છીએ. જો તમારે ત્રાતા સાથે ઓળખાણ કરવું હોય, તો પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરો.SC 70.3

    આખું હ્રદય ઈશ્વરના શબ્દથી ભરી દયો. તે જીવતું પાણછી છે; તે તમારી બળતી તૃષા મટાડશે. તે સ્વર્ગમાંથી આવેલ જીવતી રોટલી-જીવનનો ખોરાક છે. ઈસુ જાહેર કરે છે કે, “જો તમે માણસના દીકરાનું મૂો ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી.” વળી વધારે સમજાવતાં કહે છે કે, “જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.” યોહાન ૬:પ૩, ૬૩. આપણાં ખાનપાનથી આપણા શરીર બંધાય છે; અને જે વાત કુદરતી વ્યવહારને લાગુ પડે છે, તે જ વાત ધાર્મિક વ્યવહારને લાગુ પડે છે: જેનું આપણે ચિંતન કરીશું, તે જ આપણા ધાર્મિક સ્વભાવાને વલણ અને શકિત આપશે.SC 71.1

    ઉદ્ઘારનો વિષય એવો છે કે જે દૂતો જોવા ઈચ્છે છે: તે અનંત યુગોમાં ઉદ્ઘાર પામેલાઓનું શાસ્ત્ર અને સંગીત બનશે. શું તે હમણાં કાળજીપૂર્વક વિચાર અને અભ્યાસ કરાવને યોગ્ય વિષય નથી ? ખ્રીસ્તની અનંત દયા અને પ્રેમ તથા આપણા માટે આપેલો ભોગ, એ બધા પર ઉંડો અને ગંભીર વિચાર કરવાની જરૂર છે. આપણા વહાલાં ત્રાતાં અને મધ્યસ્થનાં ચારિત્ર્ય પર આપણે વિચાર કરવો જોઈએ. પોતાનાં લોકોને પાપથી તારવા આવ્યો, તેના કાર્યના હેતુનું વિચાર કરવો જોઈએ. પોતાનાં લોકોને પાપથી તારવા આવ્યો, તેના કાર્યના હેતુનું આપણે ચિંતન કરવું જોઈએ. આ રીતે જેમ જેમ આપણે સ્વર્ગીય વિષયોનું ચિંતન કરવું જોઈએ. આ રીતે જેમ જેમ આપણે સ્વર્ગીય વિષયોનું ચિંતન કરીશું, તેમ તેમ આપણા વિશ્વાસ અને પ્રેમ મજબુત થશે અને આપણી પ્રાર્થનાઓ ઈશ્વર સ્વીકારી શકે તેવી થતી જશે કારણ કે, તેમાં વિશ્વાસ અને પ્રેમ ભળશે. વળી તે વધારે બુદ્ઘિપૂર્વપક અને ઉત્સાહ ભરી બનશે. ઈસુમાં વધારે દ્દઢ વિશ્વાસ ઉત્પન્ન થશે અને તેની દ્વારા ઈશ્વર પાસે આવનાર બધાને સંપૂર્ણ રીતે બચાવાવની તેનામાં શકિત છે એવો જીવંત અનુભવ થશે.SC 71.2

    આપણા ત્રાતાની સંપૂર્ણતાઓનો વિચાર કરતાં, આપણે તેની શુદ્ઘતાની પ્રતિમા સમા રૂપાંતર પામીને નવા થઈ જવા ઈચ્છીશું. આપણે જેને પૂજીએ છીએ, તેના જેવા થવા માટે આપણા આત્મામાં ભૂખ અને તરસ ઉત્પન્ન થશે. જેમ જેમ આપણે ખ્રીસ્ત વિષે વધારે વિચાર કરીશું , તેમ તેમ આપણે તેના વિષે બીજા આગળ વધારે બોલીશું અને જગત આગળ તેને વધારે દેખાડીશું.SC 71.3

    બાઈબલ એકલા વિદ્વાનો માટે લખાયું નથી, એ તો ઉલટું સાધારણ લોકો માટે રચાયું છે. તારણને માટે જરૂરનાં મોટા સત્યો દીવા જેવા સ્પષ્ટ જણાવ્યાં છે; અને ઈશ્વરે સ્પષ્ટ જણાવેલી ઈચ્છાને બાજુએ મૂકીએ પોતાની સમજ પ્રમાણે ચાલે છે , તે સિવાય કોઈ રસ્તો ભૂલશે નહિ.SC 72.1

    બાઈબલ માણસને શું શીખવે છે- કયા સિદ્ઘાંતનો ઉપદેશ આપે છે - તે વિષે કોઈની સાક્ષી ન લેતાં ઈશ્વરના શબ્દનો આપણી જાતે જ અભ્યાસ કરવો જોઈએ. જો આપણે આપણા માટે વિચાર કરવાનું બીજાઓને સોપીશું, તો આપણી શકિતઓ લુલી થઈ જશે -આપણું મન નિર્બળ થઈ જશે. મનને એકાગ્ર કરવા લાયક વિષયો પર વિચાર કરવાની કરસન ન મળવાથી ઉંચી માનસિક શકિતઓ એવી ટુંકી થઈ જશે કે શાસ્ત્રનાં ઉંડા અર્થ સમજી શકાશે નહિ. પરંતુ જો શાસ્ત્રીય બાબતો વચ્ચેનો સંબંધ શોધી કાઢવામાં અથવા શાસ્ત્રો કે શાસ્ત્રીય બાબતોનો મુકાબલો કરવામાં મનને રોકવામાં આવશે, તો માનસિક શકિતઓ વિકાસ પામશે.SC 72.2

    શાસ્ત્રના અભ્યાસ કરતાં કોઈ પણ વસ્તુથી બુદ્ઘિ વધારે મજબુત થઈ શકતી હોય એવું મનાતું નથી. બાઈબલના વિશાળ અને ઉમદા સત્યોમાં વિચારોને ઉન્નત કરવાની અને શકિતઓને બળવાન બનાવવાની જે શકિત છે, તે બીજા કોઈ પુસ્તકમાં નથી. જો બાઈબલનો ખરી રીતે અભ્યાસ કરે, તો આ જમાનામાં વિરલ દેખાતી મનની વિશાળતા, ચારિત્ર્યની ઉદારતા અને પોતે ધારેલો હેતુ પાર પાડવામાં દ્દઢતા પ્રાપ્ત થાય.SC 72.3

    પરંતુ શાસ્ત્ર ઉતાવળા ઉતાવળા વાંચી જવાથી તો ઘણો જ ઓછો ફાયદો થાય છે. માણસ આખું શાસ્ત્ર વાંચી જાય છતાં કદાચ તેનું સૌદર્યં તે નહિ જોઈ શકે, અથવા તેનો ઉંડો અને ગુપ્ત અર્થ નહિ સમજી શકે. શાસ્ત્રની અમુક કલોમનો હેતુ મનમાં સ્પષ્ટ રીતે ઠસી જાય તથા તારણની યોજના સાથે તેનો શું સંબંધ છે તે સમજાય, ત્યાં સુધી અભ્યાસ કરવાથી, કોઈ પણ જાતનો ખાસ ઉદેૂશ નજર આગળ રાખ્યા વિના વધારે લાભ થાય છે. તમારૂં બાઈબલ હંમેશાં સાથે રાખવું અને વાંચવાની તક મળે ત્યારે વાંચવું. મનમાં અમુક કલમો ઠસાવવી. રસ્તામાં ચાલતાં પણ અમુક કલમો વાંચી તેના પર વિચાર કરજો અને તે તમારા મનમાં ઠસાવી દેજો.SC 72.4

    હોંસીથી ધ્યાન આપ્યા વગર અને પ્રાર્થનાપૂર્વક અભ્યાસ કર્યા વગર આપણને ડહાપણ મળી શકશે નહિ. શાસ્ત્રના કેટલાક ભાગ એટલા સ્પષ્ટ છે કે જે વિષે ગેરસમજ થવાનો સંભવ નથી. પણ કેટલાંક ભાગ એવા પણ છે કે જેનો અર્થ પ્રથમ ર્દષ્ટિએ નજરે પડતો નથી. શાસ્ત્રના ભાગોને બીજા ભાગો સાથે જ સરખાવાવ જોઈએ. કાળજીપૂર્વક શોધ અને પ્રાર્થનાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. આ રીતે અભ્યાસ કરવાથી ઘણો સારો બદલો મળશે. જેમ ખાણ ખોદનાર પૃથ્વીમાં સંતાડેલ ખજાનો શોધવા માટે ખૂબ ખોદે છે, ત્યારે જ તેને કીંમતી ધાતુ મળે છે, તે જ પ્રમાણે જે માણસ સંતાડેલ દ્રવ્યની શોધ કરતો હોય તેમ ઈશ્વરના શાસ્ત્રમાં ખંતથી શોધ કરે છે. તેને કીંમતીમાં કીંમતી સત્યો મળે છે, પરંતુ તે સત્યો મળે છે, પરંતુ તે સત્યયો બેદરકારીથી શોધનારની નજરે પડતાં નથી. હ્રદયમાં તોળેલા પ્રેરણાનાં શબ્દો જીવનના ઝરામાંથી વહેતાં ઝરણાં જેવાં છે.SC 73.1

    શાસ્ત્રનો અભ્યાસ પ્રાર્થના કર્યા વિના કદી શરૂ ન કરવો જોઈએ. તે ખોલતાં પહેલાં આપણે પવિત્ર આત્માનો પ્રકાશ માંગવો જોઈએ; અને તે અપાશે. નાથાનએલ પોતાની પાસે આવ્યો ત્યારે ઈસુએ કહ્રું કે, “જુઓ, આ ખરેખરો ઈસ્ત્રાએલી છે, એનામાં કંઈ કપટ નથ.” નાથાનાએલ પૂછયું, “તું મને કયાંથી ઓળખે છે ? ” ઈસુએ જવાબ આપ્યો કે, “ફીલીપે તને તેડયો ત્યાર પહેલાં , તું અજીરી તળે હતો, ત્યારે મેં તને જોયો.” યોહાન ૧:૪૭, ૪૮ જો સત્ય શું છે તે જાણવા આપણે ખાનગી સ્થળોમાં મળશે. જેઓ દીન હ્રદયે પોતાને દોરવા માટે ઈશ્વરી મદદ શોધશે, તેઓની સાથે પ્રકાશના જગતનાં દૂતો રહેશે.SC 73.2

    પવિત્ર આત્મા ત્રાતાને ઉન્નત કરે છે અને તેનો મહિમા ગાય છે. ખ્રીસ્તને રજુ કરવો. અને તેના ન્યાયીપણાની શુદ્ઘતા તથા આપણને તેની મારફત મળતા મોટા તારણને પ્રગટ કરવામાં એ પવિત્ર આત્માનું કામ છે. ઈસુ કહે છે કે, “તે મને મહિમાવાન કરશે, કેમકે મારૂં જે છે તેમાનું લઈને તે તમને કહી દેખાડીશે.” યોહાન ૧૬:૧૪. સત્યનો આત્મા એ જ દૈવી સત્યનો ખરો શિક્ષાક છે. ઈશ્વરે પોતાનો પુત્ર મનુષ્ય જાત માટે મરવા માટે આપ્યો, પોતાના આત્માને શિક્ષાક અને હંમેશનો દોરનાર નિમે છે. તે પરથી ઈશ્વર મનુષ્ય જાતને કેટલી ચાહતો હશે ?SC 73.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents